જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામે રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલાં વીજળી પહોંચાડવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. પરંતુ હવે શિયાળબેટ ગામે સિંગલ ફેઝ વીજળી મળતી હોવાથી ગ્રામજનોની હાલાકીમાં વધારો થયો છે. જેથી આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષ ડેરે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, શિયાળબેટ ગામમાં સિંગલ ફેઝ વીજળી મળતી હોવાથી વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા અંધારપટ છવાઇ જાય છે. જેથી ગામમાં થ્રી-ફેઝ વીજળી આપવામાં આવે તેવી અંતમાં ધારાસભ્ય ડેરે માંગ કરી છે.