જાફરાબાદના શિયાળબેટમાં રહેતા અને બોટ ચલાવવાનો ધંધો કરતાં એક યુવકે ભાડાના રૂપિયા માંગતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નરશીભાઈ ઢીસાભાઈ શિયાળ (ઉ.વ.૩૫)એ દિનેશભાઇ મનસુખભાઇ શિયાળ, દિનેશભાઇ બાબુભાઇ ગુજરીયા, મનસુખભાઇ નોંધણભાઇ શિયાળ તથા નરશીભાઇ મનસુખભાઇ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, નરશીભાઈએ દિનેશભાઈ શિયાળ તથા દિનેશભાઈ ગુજરીયા પાસે બોટના ભાડાના ૧૫૦ રૂપિયા માંગતા તેઓને સારું નહોતું લાગ્યું અને તેમના ભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. ઉપરાંત અન્ય આરોપીએ હાથમાં પાઇપ લઇને તેમને ફટકાર્યા હતા. આ વખતે તેમના ફોઇ વચ્ચે પડતાં તેમને મનસુખભાઇ તથા નરશીભાઇએ પાઇપ વડે સાથળના ભાગે માર માર્યો હતો તથા આરોપીઓએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મનસુખભાઈ કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.