અમરેલી જિલ્લાના સીમાડા વટાવી વિદેશોમાં શિતલ કંપનીને ઓળખ આપનાર શિતલ કુલ પ્રોડક્ટ્‌સ કંપનીના ડિરેક્ટર ભૂપતભાઇ ભુવા જીસીસીઆઇના મેમ્બર તરીકે નવનિયુક્ત થયા છે. ભૂપતભાઇ ભુવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિટીમાં સભ્ય તરીકે જીસીસીઆઇ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના વ્યવસાયિક અને ઉદ્યોગકાર તરીકેના અનુભવોનો લાભ લેવા તેમને ફૂડ એન્ડ ડેરી ટાસ્કની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિદ્ધિ મેળવવા બદલ ભૂપતભાઇને મિત્રો અને ફેમિલી તરફથી શુભેચ્છાઓ પાઠવાઇ
રહી છે.