શિક્ષણ મંત્રી કુબર ડિંડોર તાજેતરમાં અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા સહિત ઘણા ગામની મુલાકાત પણ લીધી હતી. સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં હાજરી આપીને અમરેલી જતી વખતે તેમણે નાના ભમોદ્રા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂત ભરતભાઈ બચુભાઈ શ્યાણીના ઘરે ભોજન લીધું હતું. અહીં રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ગામના અગ્રણી ધીરૂભાઈ દુધવાળાએ તેમનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે શાંતિલાલ વલ્લભભાઈ શ્યાણી (સંતરામપુર), મયુર ભનુભાઈ ખુંટ (અમદાવાદ), બાબુભાઈ ભુરાભાઈ પીપળીયા, અશોકભાઈ શ્યાણી, ભુપતભાઈ ડોબરીયા, રાજેશભાઈ શ્યાણી સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.