સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવતી માહિતીનો ઢગલો નહી. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ, મનન જાઈએ છે. જા તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો એમ માનવું કે જે માણસે આખુ પુસ્તકાલય ગોખી માર્યુ હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો.
ર૧મી સદી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે શિક્ષકોએ શિક્ષણની સાથે રચનાત્મક અભિગમ અને બુનિયાદી શિક્ષણના પાયાના ખ્યાલો કેળવવા પડશે. આજે શિક્ષણ વધ્યુ છે પણ માનવતાના ભાવનાત્મક ખ્યાલો અને સંકલ્પોમાં દુષ્કાળ પડયો હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. શિક્ષણનું મુખ્ય કાર્ય, ડિગ્રીઓ આપવાનું નથી. બાળકોને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકોની કેળવણી પ્રદાન કરવાની છે. શિક્ષણનો સર્વાંગી વિકાસ કરવા માટે વિનોબા ભાવે અને ગિજુભાઈ બધેકાના શિક્ષણની તાતી જરૂરિયાત છે. બુનિયાદી શિક્ષણનો સંકલ્પ આજની પેઢીને શીખવવો જ રહ્યો. આજે કોઈપણ કાર્ય જાતે કરવાની ભાવના ક્ષીણ થતી હોય તેવુ લાગી રહ્યુ છે. આજે લોકો બીજા પર નિર્ભર બની રહ્યા છે. જાત મહેનત ઝિંદાબાદનો નારો કયાંક પહાડ નીચે સંતાઈ ગયો હોય તેવુ લાગે છે. મહાત્મા ગાંધીજીના રચનાત્મક અભિગમો અને બુનિયાદી શિક્ષણના વિચારો વિદ્યાર્થીએ આત્મસાત કરાવવા પડશે. આજે શાળાઓના નામ વિવેકાનંદાજીના હોય પણ ત્યાં પ્રાશ્ચાત્ય સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે. રહેવાનું દેશમાં અને નામ ઈન્ટરનેશનલ આ કેટલું યોગ્ય છે? માતૃભાષાનું સંવર્ધન કરવા અભિયાન ચલાવવુ પડે તેનો ભાસ થઈ રહ્યો છે. બાળક જન્મે એટલે એ.બી.સી. અને ડી. બોલાવે છે. કક્કો તો રામ જાણે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
ગુજરાતના સર્વોદય વિચારક અને ગાંધી વિચારક સ્વ.બાબુભાઈ જશુભાઈ પટેલ જેવા મુખ્યપ્રધાને સરકારની વહીવટી ભાષા ગુજરાતી કરી હતી. હવે તો સરકારે પણ પ્રથમ ધોરણથી અંગ્રેજી ભણાવવા માટેની પહેલ કરી છે. એક-બે દાયકા પછી ગુજરાતી ભાષા લુપ્ત ના થાય તો કે’જા. જે ભાષામાં સ્વપ્ન આવે તે આપણી ભાષા. અંગ્રેજીમાં ભણાવો પણ પ્રથમ માતૃભાષાનું સંવર્ધન થવુ જાઈએ.
શિક્ષણમાં ટેકનોલોજી દ્વારા પરિણામ અચૂક લાવી શકાય છે. સુધારાત્મક અભિગમ દ્વારા સર્વોત્તમ કાર્ય કરવાની પહેલ કરવી જ રહી. કેળવણીનું કાર્ય કેળવવાનું છે, વિદ્યાર્થીઓને જાતે ભણતા કરવાના છે. ડિગ્રીઓવાળા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવા કરતા બુનિયાદી શિક્ષણના અભિગમવાળા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં દેશનું અને આપણા બધાનું હિત છે. રાષ્ટ્રના નૈતિકવાન ઉદ્દેશ્યથી સબળ કાર્ય કરતા રહીએ. ભારતની સંસ્કૃતિ સભ્યતા અને સંસ્કારનો સમન્વય ધરાવે છે. રાષ્ટ્ર ભાવનાનું ગૌરવ પ્રસ્થાપિત કરવુ જ રહ્યુ.
સાંસ્કૃતિક સામર્થ્ય ધરાવતી આ પૂણ્ય ધરતીને વંદન છે. પહેલા ગુરુકુળ વ્યવસ્થા હતી આજે ભૌતિક સગવડો છે. પણ કયાંક શિક્ષણની ઉણપ જાવા મળે છે. મોબાઈલના દુષણે દેશના યુવાનને બરબાદીનું શ† હાથવગુ રાખવાની આદત પડાવી દીધી છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ ના સંદર્ભે બુનિયાદી અને કૌશલ્ય કેળવવા માટેનો સરાહનીય પ્રયાસ છે. વિદ્યાર્થીઓને જાતે કાર્ય કરતા કરવા પડશે. આપણે તો માત્ર માર્ગદર્શક બનવાનુ છે. શરૂઆત આપણા દ્વારા થવી જાઈએ. પછી તો તેઓ તમામ કાર્ય ઉત્તમ રીતે કરી બતાવશે.
ઉત્તમ પુસ્તકોનું વાંચન વૈચારિક કુશળતા માટે સોનામાં સુંગધ ભેળવે છે. આજે વાંચનનો અભાવ છે. શિક્ષક અને વિદ્યાર્થી બન્ને વાંચતા હોવા જાઈએ. વાંચે તે વિચારી શકે. વાંચવાની આદત દરેક વિદ્યાર્થીઓને પાડવાની જરૂર છે. હકારાત્મક ભાવ સંપાદન કરવો પડશે. શાળા એ જ્ઞાનની ગંગોત્રી છે. ત્યાં વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર થાય ત્યારે બાહોશ, કુશળ અને દેશભાવનાવાળા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવુ જ રહ્યુ.
માત્ર નોકરી કરવાવાળા ક્યારના નિવૃત થઈ ગયા હોય છે. શિક્ષણમાં સુધારાત્મક અભિગમવાળા ચિર સ્મરણીય બની જાય છે. શિક્ષણની તાકાત સમાજ નિર્માણ છે. ભણવુ અને ભણાવવુ તે દ્વિધ્રુવી પ્રક્રિયાને કેન્દ્રસ્થાને રાખીને સારુ કાર્ય કરવા કટિબદ્ધ બનવુ જ રહ્યુ. હાલ નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે. નિર્વ્યસન અને પ્રામાણિકતાથી ઉત્કૃષ્ટ કાર્ય કરવા સતત ચિંતનશીલ અને પ્રવૃતિશીલ રહેવુ તે જ શિક્ષણની સાધના સમજુ છું.