(એ.આર.એલ),ગાંધીનગર,તા.૯
તાજેતરમાં રાજ્યની મદરેસાઓમાં સર્વે થયો હતો. રાજ્યની કેટલીક આંગણવાડીઓમાં ભુલકાઓને ઈદના પાઠ શીખવાડવાની ઘટના સામે આવી હતી. જેના પગલે ગુજરાતની તમામ આંગણવાડીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે વાતચીતમાં શિક્ષણ પ્રધાન અને આરોગ્ય પ્રધાને આ વાતને વખોડી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે શિક્ષણના નામે બાળકોને ધર્મની કટ્ટરતા પિરસવી અયોગ્ય છે. શિક્ષણ સંસ્થામાં ચોક્કસ ધર્મની પ્રાર્થના પદ્ધતિ ન શીખવાડવી જાઈએ. જ્યારે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે ફક્ત એક જ ધર્મ કે પદ્ધતિનું શિક્ષણ અયોગ્ય છે.
મદરેસાઓમાં સર્વે અંગે શિક્ષણ પ્રધાનનું નિવદેન આપતા જણાવ્યુ હતુ કે આંગણવાડીમાં ધર્મની કટ્ટરતા શિખવાડવાની માનસિકતા ખોટી વાત છે.પોતાના ઘરમાં પોતાની આસ્થા, ધર્મ અને પ્રાર્થના પદ્ધતિનું અનુસરણ કરી શકાય છે. પ્રફુલ પાનશેરિયાનું પણ મદરેસામાં અપાતા શિક્ષણ અંગે નિવેદન આપતા કહ્યું કે શિક્ષણમાં સમતોલન હોવુ જરુરી છે. બાળકને મુળભુત શિક્ષણ પ્રાપ્ત થવું જ જાઇએ. માત્રને માત્ર ધર્મ અને એક જ પદ્ધતિનું શિક્ષણ યોગ્ય નથી.