કથિત શિક્ષક ભરતી કૌભાંડના મુખ્ય આરોપી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીને મંગળવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ચેટર્જી ૨૩ જુલાઈ, ૨૦૨૨ ના રોજથી ન્યાયિક કસ્ટડીમાં હતા, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને કૌભાંડના સંબંધમાં ધરપકડ કરી હતી. પાર્થ ચેટરજીને બીમારીના કારણે દક્ષિણ કોલકાતાની મુકુન્દપુર આરએન ટાગોર હોસ્પિટલટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જામીન મળ્યા બાદ મંગળવારે બપોરે તેમને ત્યાંથી રજા આપવામાં આવી હતી.ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતાના સમર્થકો હોસ્પિટલટલની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને “પાર્થ દા ઝિંદાબાદ” ના નારા લગાવતા દક્ષિણ કોલકાતામાં તેમના નકતાલા નિવાસસ્થાને ગયા હતા. ઝ્રમ્ૈં દ્વારા તપાસ કરવામાં આવી રહેલા સંબંધિત કેસોમાં નીચલી અદાલત સમક્ષ સાક્ષીઓની તપાસ પૂર્ણ થયા બાદ તેમની મુક્તિ થઈ હતી. ચેટરજીને અગાઉ ઈડી કેસોમાં જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને સંબંધિત સીબીઆઇ કેસોમાં જામીન આ શરતે આપ્યા હતા કે તેઓ સાક્ષીઓની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કસ્ટડીમાં રહેશે.૨૦૦૧ થી ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ચેટરજી, ૨૦૧૧ થી ૨૦૨૨ સુધી મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી અને ૨૦૧૬ થી શિક્ષણ વિભાગ સંભાળ્યો હતો. તેમના પર રાજ્ય શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, સહાયક શિક્ષકો અને ગ્રુપ ડ્ઢ કર્મચારીઓ જેવા હોદ્દાઓ પર ગેરકાયદેસર રીતે અયોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવાનો આરોપ છે.પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી શિક્ષક પાત્રતા પરીક્ષાના અસફળ ઉમેદવારોએ વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવતા કલકત્તા હાઇકોર્ટનો સંપર્ક કર્યા પછી વિવાદ ફાટી નીકળ્યો. અરજી પર કાર્યવાહી કરતા, હાઇકોર્ટે ૮ જૂન, ૨૦૨૨ ના રોજ સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો. બીજા દિવસે સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી, જ્યારે ઈડીએ ૨૪ જૂન, ૨૦૨૨ ના રોજ રાજ્યના ઘણા શિક્ષણ અધિકારીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો.










































