(એ.આર.એલ),શિકાગો,તા.૧૭
અમેરિકાના શિકાગોમાં માત્ર ૧૭ વર્ષની એક છોકરીએ ડાક્ટરેટની ડિગ્રી મેળવીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડારોથી જીન ટિલમૅન ૬ મેએ ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થઈ હતી. બાળપણમાં હોમ-સ્કૂલિંગ મેળવનારી આ ટીનેજરની શૈક્ષણિક સિદ્ધિની યાદી લાંબી છે. માત્ર ૮ વર્ષની ઉંમરે ડારોથીએ હાઈ સ્કૂલ માટે ડ્યુઅલ એનરોલમેન્ટ કર્યું હતું.
૧૦ વર્ષની ઉંમરે સાઇકાલાજીમાં અસોસિએટ ડિગ્રી મેળવ્યા બાદ તેણે ૧૨ વર્ષે લિબરલ આર્ટ્સમાં બૅચલર પૂર્ણ કર્યું હતું. ૨૦૨૦માં ડારોથી ૧૫ વર્ષની થઈ ત્યારે તેણે માસ્ટર આૅફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. એ પછી તેણે ઇન્ટગ્રેટેડ બિહેવિયરલ હેલ્થ વિષયમાં ડાક્ટરેટ કર્યું હતું. ડા. ડારોથીનું કહેવું છે કે વ્યક્ત જીવનમાં જે ઇચ્છે એ મેળવી શકે છે. મારો પરિવાર, ખાસ કરીને મારાં દાદીએ મને હંમેશાં શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી હતી.