સરકારમાં એવા ૮-૯ લોકો છે જે મરાઠા સમુદાયને નફરત કરે છે અને યોગ્ય સમયે તેમના નામ જાહેર કરવામાં આવશે.
(એ.આર.એલ),મુંબઇ,તા.૨૨
સામાન્ય ચૂંટણીઓ બાદ મહારાષ્ટમાં અનામતની આગ ફરી સળગાવવાની ચેતવણી આપનાર મનોજ જરાંગે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મરાઠા આરક્ષણ કાર્યકર્તા જરાંગે મહારાષ્ટ સરકાર પર મરાઠા અને ઓબીસી સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. છત્રપતિ સંભાજીનગરની હોસ્પટલમાંથી રજા મળ્યા બાદ એક મરાઠી ચેનલ સાથે વાત કરતા જરાંગે કહ્યું કે સરકારમાં એવા ૮-૯ લોકો છે જે મરાઠા સમુદાયને નફરત કરે છે અને યોગ્ય સમયે તેમના નામ જાહેર કરવામાં આવશે.
તેમણે કહ્યું કે સરકાર મરાઠા અને ઓબીસી સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવા માટે નવા નેતાઓને આગળ લાવી રહી છે અને અન્યોને બાજુ પર મૂકી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓબીસી ક્વોટા ન ઘટાડવા માટે વિરોધ કરી રહેલા લોકોનો કોઈ દોષ નથી. ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હેક અને નવનાથ વાઘમારે ૧૩ જૂનથી જાલના જિલ્લામાં ઉપવાસ કરી રહ્યા છે, સરકાર કુણબીઓને મરાઠાઓના લોહીના સંબંધીઓ તરીકે માન્યતા આપતી ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કરવાની માંગણી કરે છે.રાજ્યમાં ખેતી કરતા કુણબી સમુદાયને ઓબીસીનો દરજ્જા છે. જરાંગે તમામ મરાઠાઓ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન અને કુણબી પ્રમાણપત્રનો અમલ કરવા માંગે છે, જેથી તેઓ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે પાત્ર બને. જારંગેએ કહ્યું કે મરાઠા સમુદાય ગામડાઓમાં સમુદાયો વચ્ચે તણાવ વધવા દેશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે એવા સમયે જ્યારે મહારાષ્ટમાં વિધાનસભાની ચૂંટણી આડે થોડા મહિના બાકી છે, ત્યારે મરાઠા સમુદાય તે લોકોને (રાજકીય રીતે) ડુબાડશે જેઓ બે સામાજિક જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.જારંગેએ આરોપ મૂક્યો હતો કે રાજ્ય સરકારનું વલણ કે મરાઠા આરક્ષણની સૂચનામાં ‘બ્લડ રિલેટેડ’ શબ્દનો સમાવેશ કાનૂની તપાસનો સામનો કરશે નહીં તે દર્શાવે છે કે તે આવી જાગવાઈની વિરુદ્ધ છે. અગાઉ મંત્રી ગિરીશ મહાજને કહ્યું હતું કે કુણબી જાતિનું પ્રમાણપત્ર ધરાવતા મરાઠાઓના લોહીના સંબંધીઓ માટે જરાંગે અનામતની માગણી કરી રહી છે, પરંતુ જા તેને કોર્ટમાં પડકારવામાં આવશે તો તે ટકી શકશે નહીં.
જરાંગેએ શુક્રવારે કહ્યું કે સરકાર સાચું બોલી રહી નથી. તેઓ માત્ર બંધારણ અને કાયદાના નિષ્ણાતોને જ બોલાવતા હતા (આરક્ષણ માટે) અને હવે કહી રહ્યા છે કે તે ટકશે નહીં. જરાંગે જણાવ્યું હતું કે તેઓ છ તબક્કામાં સર્વે કરી રહ્યા છે અને તેના પરિણામોના આધારે તેઓ નક્કી કરશે કે આગામી રાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા કરવા કે નહીં. મહારાષ્ટÙમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ રાજકીય પક્ષોના મરાઠા નેતાઓએ તેમના સંબંધિત જિલ્લામાં સમુદાય દ્વારા આયોજિત રેલીઓમાં હાજરી આપવી જાઈએ. જા તે નહીં આવે તો મરાઠા સમુદાય તેમને ચૂંટણીમાં હરાવી દેશે.
છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા હેકે વળતો પ્રહાર કર્યો અને જરાંગે પર બેવડી વાતનો આરોપ લગાવ્યો. તે લેખિત વચન માંગે છે કે મરાઠા સમુદાયને સમાવવા માટે ઓબીસી આરક્ષણ ક્વોટા ઘટાડવામાં આવશે નહીં. હેકે પત્રકારોને કહ્યું કે તેઓ ઓબીસીને ભાઈ કહે છે, પરંતુ પછી અમારો વિરોધ કરે છે. તેમણે ઓબીસી નેતાઓને ટાર્ગેટ કરવાનું બંધ કરવું જાઈએ. હું મરાઠા સમુદાયના દરેક પ્રશ્નનો તાર્કિક જવાબ આપવા તૈયાર છું.
તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની મરાઠા આરક્ષણ કાર્યકર્તાની ચેતવણીને ફગાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે અટલ બિહારી વાજપેયી અને ઈન્દરા ગાંધી પણ હારી ગયા હતા, તો ઝરાંગે કોણ છે. એમ કહીને કોઈ મહારાષ્ટના ૧૨ કરોડ લોકોમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હેકે કહ્યું કે મરાઠા સમુદાયે છત્રપતિ શિવાજી મહારાજની નીતિને અનુસરવી જાઈએ, જે શાંતિ, ભાઈચારો અને બધાને સાથે લઈને ચાલતી હતી.જરાંગા પર કટાક્ષ કરતા હેકે પૂછ્યું કે લોકોને ઓબીસી નેતાઓને એવી રીતે હરાવવા માટે કોણે વિનંતી કરી હતી કે આગામી પાંચ પેઢીઓ ચૂંટણીથી દૂર રહે. હેકે દાવો કર્યો હતો કે હવે જરાંગે કહી રહ્યા છે કે દલિતો અને મુસ્લમોને સાથે લેવા જાઈએ. તેઓ મુસ્લમ-દલિત મતો ઈચ્છે છે, પરંતુ ઈમ્તયાઝ જલીલ, પ્રકાશ આંબેડકર, આનંદરાજ આંબેડકર જેવા નેતાઓને જીતતા જાવા માંગતા નથી. જા ઓબીસી અને વીજેએનટી એક થાય તો જરાંગે ભૂલી જશે કે રાજકારણ શું છે.