કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન શિંગોડા ડેમની સિંચાઈ યોજનામાંથી ડાબા કાંઠાની સી.એફ.કેનાલ અને રામણી કોતરને જમનવાડા-વિઠ્ઠલપુર ગામથી આગળ લંબાવવા અને રસ્તામાં આવતા તળાવોને તેમજ પાંચ પીપળવા બંધારા યોજનામાં ડેમનું પાણી ભરવા માટે કોડીનાર તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા અને તાલુકા ભાજપ પ્રમુખભગુભાઈ પરમારે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને રજૂઆત કરતા
મંત્રીએ આ અંગે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી તાત્કાલીક યોગ્ય કરવા જણાવતા આ વિસ્તારમાં અનેક ગામના હજારો ખેડૂતોને શીયાળુ પાક લેવા માટે મોટો ફાયદો થશે. હાલ શિંગોડા ડેમ ઓવરફલો થતા મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે ત્યારે કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈનું પાણી આપતી કેનાલો જેમાં જમનવાડાથી વિઠ્ઠલપુર જતી કેનાલને આગળ લંબાવવા અને રસ્તામાં આવતા તળાવો ભરવા રજૂઆત કરવામાં આવી હતી.