શાહરૂખ ખાન અને રણબીર કપૂર હિન્દી સિનેમાના બે એવા કલાકારો છે, જેમના અભિનયની ખૂબ પ્રશંસા થાય છે. રણબીર કપૂર અને શાહરૂખ ખાન વચ્ચે એક બીજી બાબત ખૂબ જ સામાન્ય છે કે બંને કલાકારો મહિલા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય વર્ષ ૨૦૦૭માં જ્યારે રણબીર કપૂરે ફિલ્મ ‘સાવરિયા’થી ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેની ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ સાથે ટકરાઈ હતી. આ પછી ફરી એકવાર તેમની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર કરવા જઈ રહી છે.
વર્ષ ૨૦૨૬માં ઈદના અવસર પર બોક્સ ઓફિસ પર રણબીર કપૂર અને શાહરૂખ ખાન ફરી એકવાર ટક્કર કરવા જઈ રહ્યા છે. ૧૯ વર્ષ બાદ શાહરૂખ અને રણબીરની ફિલ્મો ફરી એકવાર ટક્કર થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે તે સમયે પણ રણબીર કપૂરની ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી જ હતા. આ વખતે પણ બે વર્ષ પછી જ્યારે શાહરૂખ તેની ‘કિંગ’ અને રણબીર ‘લવ એન્ડ વોર’ સાથે ટક્કર કરશે ત્યારે રણબીરની ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી હશે. આવી સ્થિતિમાં, કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે છેલ્લી ક્લેશમાં શાહરૂખની ફિલ્મ જીતી હતી.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ખૂબ ચર્ચામાં છે. ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા પછી, અભિનેતાના ચાહકો ફરી એકવાર તેની પાસેથી બ્લોકબસ્ટરની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, આ દરમિયાન શાહરૂખની ‘ડિંકી’ એટલી સફળતા મેળવી શકી નથી, પરંતુ તેના ચાહકોને ‘કિંગ’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં શાહરૂખ ફરી એકવાર ડોનના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જાવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુજાય ઘોષ કરી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ આ ફિલ્મ ૨૦૨૬માં ઈદ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.
તે જ સમયે, ‘છાવા’ એક્ટર વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ તેની સાથે રણબીર કપૂરની ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. શુક્રવારે, પીઢ નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલીની ટીમે જાહેરાત કરી છે કે આ ફિલ્મ ૨૦૨૫ ના ક્રિસમસ પર રિલીઝ થશે નહીં પરંતુ હવે વર્ષ ૨૦૨૬ માં ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરવાના છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર કપૂરને એકસાથે જોવા માટે, તેમના ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.