પાકિસ્તાનમાં જોમેલોરાજકીય વંટોળ ખત્મ થવાનું નામ નથી લેતો. દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને, શાહબાઝ શરીફને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે તમારા નેતૃત્વ નીચેનું ગઠબંધન આગામી ચૂંટણી જીતી દેખાડે. વાસ્તવમાં તેમાં વિજય મેળવવો તમારા માટે અસંભવ સમાન છે.
સત્તા ઉપરથી દૂર થયા પછી પૂર્વ વડાપ્રધાન પરાજય પચાવી શક્યા નથી તેમ લાગે છે. તેમણે તો ક્યારનો ય શાહબાઝ શરીફ સામે મોરચો ખોલી દીધો છે. તેમાં આ નવું તીર ઉમેરતા શરીફને નવી ચૂંટણી આપી તેમાં વિજય મેળવવા લલકાર કર્યો છે.
પાકિસ્તાનની જીયો ન્યૂઝ એજન્સી જણાવે છે કે ઇમરાન ખાનેે જણાવ્યું હતું કે, ‘શરીફના નેતૃત્વ નીચેનું સત્તારૂઢ ગઠબંધનની સરકાર અમારી પાકિસ્તાન તેહરિકે ઇન્સાફના કાર્યકર્તાઓ ઉપર કેસો કરી રહી છે. જેથી તેમને જેલમાં મોકલી શકાય’ રીપોર્ટ વધુમાં જણાવે છે કે, વર્તમાન સરકાર માટે ચૂંટણી પ્રચાર કરવો જ મુશ્કેલ બની રહેશે. જ્યારે પીટીઆઇ તો જોરશોરથી પ્રચાર કરી રહી છે તેમ પણ ઇમરાનખાને જણાવ્યું હતું ૨૫મી મેના દિને તેમના પક્ષના કાર્યકરોએ યોજેલી આઝાદી માર્ચમાં જોડાયેલા વિરૂદ્ધ હ્લૈંઇ પણ દાખલ થઈ રહી છે. તેમ પણ તેમણે સ્પષ્ટતા કરી હતી સાથે કહ્યું હતું કે તે બધી બનાવટી હ્લૈંઇ છે તે ભૂલતા નહીં.
પાકિસ્તાનનું વર્તમાનપત્ર ‘ધ ડોન’ જણાવે છે કે, ઇમરાનખાન ઉપર તોફાનો ચગાવવાના, દેશદ્રોહના અને દેશમાં અરાજકતા ફેલાવવા બદલ બે ડઝનથી વધુ કેસો છે. ગયા મહિને ઇમરાને યોજોયેલી લાહોરથી ઇસ્લામાબાદ સુધીની ‘આઝાદી માર્ચ’ જેવી માર્ચ રાવલપિંડી, લાહોર અને કરાંચી વ. શહેરોમાં પણ યોજોઈ હતી તેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે અથડામણ પણ થઈ હતી.
આ બધા ઉપરથી તજજ્ઞા જણાવે છે કે ઇમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકશે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ જ જણાવ્યું હતું કે, તા.૨જી જુને તેમને ૩ સપ્તાહના ટ્રાન્ઝિટ જોમીન મળ્યા હતા જે ૨૩મી જૂને ખતમ થાય છે તેથી ૨૩ જૂન પછી ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે તેમ છે.