મુંબઈની ટીમને કેરળથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ગ્રુપ-ઈની મેચમાં મુંબઈને ૪૩ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન આપ્યા અને પરિણામે તેની ટીમ મેચ હારી ગઈ.આઇપીએલ ૨૦૨૫ની હરાજીમાં શાર્દુલ ઠાકુરને કોઈ ટીમે ન ખરીદ્યો, ત્યારે ઘણા ક્રિકેટ નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાર્દુલ ઠાકુર એક ઉત્તમ ઓલરાઉન્ડર છે અને તે કોઈપણ ટીમ માટે ઉપયોગી થઈ શકે છે, પરંતુ શુક્રવારે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં શાર્દુલ ઠાકુર આઇપીએલની તમામ ટીમોના નિર્ણયને સાચો સાબિત કર્યો. વાસ્તવમાં કેરળ સામેની મેચમાં શાર્દુલ ઠાકુરને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો હતો કે એક અનિચ્છનીય રેકોર્ડ સર્જાયો હતો. શાર્દુલ ઠાકુરે કેરળ સામે ૪ ઓવરમાં ૬૯ રન આપ્યા અને તેની ટીમ મુંબઈ ૪૩ રને મેચ હારી ગઈ.
શાર્દુલ ઠાકુરે કેરળ સામે ખરાબ બોલિંગની તમામ હદો તોડી નાખી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ૪ ઓવરમાં ૬૯ રન આપ્યા અને તેની બોલિંગમાં કુલ ૪ ચોગ્ગા અને ૬ છગ્ગાનો સમાવેશ થાય છે.
શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં જ ૩ સિક્સ અને એક ફોર ફટકારી હતી, પરિણામે કેરળની ટીમ ૨૩૪ રન બનાવી શકી હતી. શાર્દુલને રોહિત કુન્નુમલ અને સલમાન નઝીરે સૌથી વધુ માર માર્યો હતો. કુનુમલે ૮૭ રનની ઈનિંગમાં ૭ સિક્સર ફટકારી હતી. જ્યારે સલમાન નઝીરે ૯૯ રનની અણનમ ઈનિંગમાં ૮ સિક્સર ફટકારી હતી.