આજના યુવાનોની સહન શક્તિ ઘટી ગઈ હોય તેમ લાગે છે. પરિવારમાં કોઈ બાબતે ઠપકો આપવામાં આવે ત્યારે ઘણી વખત અવિચાર્યુ પગલું ભરી બેસે છે. લાઠીના શાખપુર ગામે રહેતી એક પરિણીતાને તેના સાસુએ ઘરના કામકાજ મુદ્દે ઠપકો આપ્યો હતો. જેને લઈ તેને સારું નહોતું લાગ્યું અને ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે પરિણીતાએ જાહેર કર્યા મુજબ, તેના સાસુએ ઘરના કામકાજ બાબતે ઠપકો આપતાં તેમને લાગી આવ્યું હતું. જેથી પોતાની મેળે ઘરમાં રહેલ શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી ઝેરી અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી વધુ તપાસ કરી રહ્યા છે.