લાઠી તાલુકાના શાખપુર ગામે યોજાયેલી ગ્રામસભામાં ખેડૂતોની રક્ષા માટે મેડા આપવા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા પણ વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે, ખેતીવાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ આવી ચડતાં હોવાથી રાત્રિના સમયે ખેતરે પાણી વાળવા જતાં ખેડૂતોમાં ભય ફેલાય છે. આવા સમયે વન્યપ્રાણીથી રક્ષણ મેળવવા માટે મેડા આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.