લાઠીના સાખપુર ગામે કેરાળી નામે ઓળખાતી સીમમાં એક ખેડૂતે બાકી મજૂરીના પૈસા પછી આપવાનું કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મનુભાઈ દેવરાજભાઈ વેકરીયા (ઉ.વ.૭૫)એ રાજુભાઈ ગોબરભાઈ શિયાળ સામે નોધાવેલી ફરિયાદ મુજબ, આરોપીને તેમની પાસેથી મજૂરીના રૂ.૮૦૦ લેવાનાં બાકી હતા. જે પૈસાની ઉઘરાણી કરવા આરોપી તેમની વાડી પાસે આવ્યો હતો. જેથી તેમણે તેમની પાસે પૈસા ન હોવાથી પછી આપી દઇશ તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. તેમણે ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને વાડીની વાડમાંથી લાકડાનો ધોકો લઇ ફટકાર્યા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.