લાઠી તાલુકાના શાખપુર ગામમાં આવેલ ગીગુ બાદશાહના મેલડીમા ના મહંત વાસુદેવ બાપુની “ચોરાસી ધુણો”, “મહા મંડલેશ્વર”ની ચાદર વિધિ તેમના ગુરુ અંબિકા આશ્રમ નવા સાંગાણાના મહંત રમજુબાપુ, ગોહિલવાડ મંડળ ભાવનગર – નાની ખોડિયાર મંદિરના મહંત મહામંડલેશ્વર ગરીબદાસજી બાપુ અને સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ આશ્રમો અને મંદિરોના મહંતોની હાજરીમાં ગત શનિવારે સંપન્ન થઈ છે. આ અવસરે ધર્માનુરાગી – ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી – સહકારી આગેવાન ભોળાભાઈ રબારી હાજર રહ્યા હતા. આ ધાર્મિક અવસરમાં ઉતર-મધ્ય-દક્ષિણના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ૩૦૦થી વધુ સંતો-મહંતોએ હાજરી આપી મંગલ કામના કરી હતી.