શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ગણેશોત્સવનો શુભારંભ થયો. જેમાં સ્કૂલ, કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આનંદ ઉત્સાહ સાથે જોડાયા હતા. વાજતે ગાજતે સ્તૂતિ, ધૂન સાથે ‘જય ગણેશ….’ ‘ગણપિત બાપા મોરિયા’ ના નાદ સાથે કેમ્પસ ગુંજી ઉઠયું હતું.
વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ ત્યારબાદ ગણેશજીનું વિધિવત પૂજન કરી ઉપસ્થિત મહેમાનો દિનેશ ભુવા, કાંતિભાઈ વઘાસીયા, ગોરધનભાઈ માંદળીયા, ભીખુભાઈ કાબરીયા, જે.ડી. સાવલીયા, ભરતભાઈ ધડુક, રજનીભાઈ ચેતનભાઈ પટેલ, ટ્રસ્ટી ખોડાભાઈ સાવલીયા, કેમ્પસ ડાયરેકટર, સુપરવાઈઝરો અને વિદ્યાર્થી દ્વારા આરતી કરી મોદક લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો.ગણેશજીને વિદ્યાર્થીઓ દ્વારા સવાર-સાંજ પૂજા કરવામાં આવશે તેમજ ગણેશ ઉત્સવનાં દિવસોમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવામાં આવશે. જેથી સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મીક પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય, ગણેશજીની જેવી વિદ્યાર્થીઓ માતા-પિતાની સેવા કરી સારા અને શ્રેષ્ઠ બને તેવી ઉમદા ભાવનાનો હેતુ છે. આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ તેમજ કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી.