અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં આજે શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દરેક વિભાગના ક્લાસ વાઈઝ દરેક ક્લાસમાં શિક્ષણ કાર્યનું તમામ સંચાલન વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલ. વિદ્યાર્થિનીઓને એક આત્મવિશ્વાસ થાય કે હું પણ શિક્ષકની ભૂમિકામાં કાર્ય કરી શકું સાથે વિદ્યાર્થિનીઓને એ પણ થાય કે એક શિક્ષક તરીકેનો રોલ આપણે પણ ભજવી શકીએ તેવો ઉદ્દેશ હતો. સંસ્થાના વલ્લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે કે વર્ષોથી સંસ્થામાં આ પ્રક્રિયા થાય છે.