શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં આવેલ “જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ”માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઝ્રઈ્‌ પરીક્ષામાં ઉચ્ચ મેરીટ ધરાવતા ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને મા સરસ્વતી અને મા જગદંબાના આશીર્વાદ લઈ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને મોંઢુ મીઠું કરાવવામાં આવ્યું. શાળામાં ભૌતિક સુવિધાઓમાં ભોજનશાળા, સ્મારકભવનના મેદાનો, અભ્યાસન શાળા મકાન, સ્માર્ટ વર્ગખંડો, પ્રદર્શન આર્ટ સ્ટુડિયો, અન્ય પ્રવૃત્તિઓ માટે સભાગૃહ, કન્ટ્રોલ અને આઉટડોર રમતગમતની વ્યવસ્થા, કોમ્પ્યુટર લેબ, પ્રવૃત્તિ કક્ષ, ભાષા પ્રયોગશાળા, પુસ્તકાલય તેમજ વિદ્યાર્થીઓને સુનિયોજિત સ્ટેશનરી આપવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એમ.જે. નાકિયા (નાયબ કલેક્ટર પ્રાંત ઓફિસર-અમરેલી), મુકુંદભાઈ મહેતા (હ્લઇઝ્ર કમિટીના સભ્ય), મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંત પેથાણી, સુપરવાઈઝરો સ્ટાફ તેમજ વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.