ગજેરા ટ્રસ્ટના ચેરમેન વસંતભાઈ ગજેરાના એક લાખ વૃક્ષોના વાવેતર માટેના અભિયાન અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં નગર સેવક હરિભાઈ કાબરીયા, ચિરાગભાઈ ચાવડા, સંજયભાઈ માલવિયા, અશ્વિનભાઈ કાનાણી તથા ગજેરા ટ્રસ્ટ વતી દિનેશભાઈ કાપડિયા તથા સનીભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા.