અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આજે પોલીસ તથા તેમના પરિવારજનો માટે નિરામય કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ર૮૪ પોલીસ તથા તેમના પરિવારજનોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તબીબી સુવિધાઓ, લેબોરેટરી અને ઇસીજી સુવિધા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. કેમ્પમાં ડો. વિકાસ સિન્હા, ડો. જીત્યા, ડો. શોભનાબેન મહેતા, ડો. હરેશ વાળા, ડો. એકતાબેન ગજેરા સહિતના તબીબો તથા સ્થાનિક સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.