રાજુલાના રહેવાસી ૨૫ વર્ષીય સોલંકી પરીવારના મહિલા દર્દી છેલ્લા સાત વર્ષથી સ્ક્રીઝોફેનીયા નામની માનસિક બીમારીથી પીડાતા હતા. અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે માનસિક રોગના નિષ્ણાંત ડો. ભાવિન ક્દાવાલા વિશે જાણ થતા તેમણે તેમની પાસે સારવાર શરુ કરાવેલ હતી. ડો. ભાવિન ક્દાવાલાની સારવાર બાદ દર્દીની તબિયતમાં સુધારો થયેલ હતો. દર્દી સામાન્ય જીવન જીવવા લાગતા તેમના પરીવારજનોએ ડોક્ટર તથા હોસ્પિટલનો વિનામૂલ્યે ઉત્તમ સારવાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો .