અમરેલી ખાતે કાર્યરત શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે ૩૦૦ જેટલા ભાવિ ડોક્ટરોને ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયર ઓફિસર એચ. સી ગઢવીની આગેવાની હેઠળ ફાયર અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ અંતર્ગત લાઈટ સેફ્ટી વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.