શહનાઝ ગિલએ સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ તેનાં ફેન્સ, સોશિયલ મીડિયા અને અહીં સુધી કે કામથી પણ દૂરી બનાવી લીધી છે. જેને કારણે ઇન્ડસ્ટ્રીથી લઇ ફેન્સ સુધી સૌને ચિંતા થઇ ગઇ ઙતી.જોકે, આશરે એક મહિનાથી પણ વધુ સમય સુધી બધાથી દૂરી રાખ્યા બાદ હવે ધીરે ધીરે તેનું જીવન સામાન્ય થઇ રહ્યું છે. તે તેની અપકમિંગ ફિલ્મ હોંસલા રખનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલાં આ વીડિયોમાં કહેવાય છે કે, શહનાઝ હમેશાં મુંબઇ છોડીને જવાની યોજના બનાવી રહી છે. જેનાંથી સિડનાઝનાં ફેન્સને ચિંતા થઇ ગઇ છે. પણ આ સંપૂર્ણ સત્ય નથી. Spotboyeઅી અનુસાર આ માત્ર અફવાઓ છે આ રિપોર્ટ્‌સમાં કોઇ સત્યતા નથી. વાયરલ વીડિયોની એક યૂટ્યુબ ચેનલ દ્વારા બનાવવામાં આવ્યો છે જે આ રીતનાં અડધા અધુરા વીડિયો માટે જાણીતો છે. જાકે, હું સેટ પર પહોંચી ત્યારે શહનાઝનાં ચહેરા પર માયૂસી અને નિરાશા સ્પષ્ટ દેખાય છે. જાકે, તે હસવાંનો પ્રયાસ કરી રહી છે. પણ ફેન્સ તેની આંખોની માયુસી અનુભવી રહે છે. શહનાઝનો હાલ એવો જ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન જાવા મળ્યું હતું. વીડિયો પર કમેન્ટ કરતાં એક યૂઝર લખે છે, ‘આ છોકરીમાં અમારો જીવ વસે છે.’ તો અન્ય એક લખે છે, ‘ભગવાન આપને ખુશ રાખે, આપને શક્તિ અને ખુશી મળે. ગત દિવસોમાં દિલજીત દોસાંજે શહનાઝ ગિલની સાથે એક વધુ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની સાથે સોનમ બાજવા નજ રઆવી હતી. વીડિયો તેમનાં ફિલ્મ પ્રમોશનનો છે. જેમાં ત્રણેય સથે મસ્તી કરતાં નજ રઆવે છે. ‘હોંસલા રખ’ દશેરા (૧૫ ઓક્ટોબર)નાં રિલીઝ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, વર્ક કમિટમેન્ટ પૂર્ણ કરવાં માટે શહનાઝ ૭ ઓક્ટોબરનાં લંડન રવાના થઇ હતી.