કોંગ્રેસ સાંસદ શશિ થરુર મોટા ભાગે પોતાના ટ્વિટ્‌સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. થરૂરે સોમવારે મહિલા સાંસદો સાથે ટ્વિટર પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં કેટલીય પાર્ટીના મહિલા સાંસદો હતા અને થરૂર તેમા હસતા દેખાઈ રહ્યા હતા. પણ તસ્વીરમાં થરૂરે કેપ્શન એવું લખ્યું હતું, જેના કરાણે વિવાદ ઊભો થઈ ગયો હતો. ત્યાર બાદ શશિ થરૂરને માફી પણ માગવી પડી. આ ક્રમમાં હવે શશિ શરૂરે અમુક પુરૂષ સાંસદો સાથે પોતાની સેલ્ફી પોસ્ટ કરી છે.
હકીકતમાં જાઈએ તો, શશિ થરૂરે ૬ મહિલા સાંસદો સાથે એક સેલ્ફી પોસ્ટ કરતા લખ્યું હતું કે, કોણ કહે છે કે, લોકસભા કામ કરવા માટે આકર્ષક જગ્યા નથી. બસ આ કેપ્શનને લઈને તેઓ વિવાદમાં ફસાઈ ગયા અને સોશિયલ મીડિયા યુઝર્સનો ટાર્ગેટ બની ગયા. કેટલાય લોકોએ તેમના કેપ્શનને લઈને ટીકા પણ કરી હતી. ત્યાર બાદ શશિ થરૂરે માફી પણ માગી હતી.
તેમણે માફી માગતા લખ્યુ હતું કે, આ તસ્વીરથી અમુક લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. જેને લઈને તેઓ ક્ષમા માગે છે. તેમણે એવું પણ લખ્યું કે, સેલ્ફીનું આ આખુ પ્રકરણ મહિલા સાંસદોની પહેલ પર કરવામાં આવ્યું હતું અને અત્યંત ખુશીનો માહોલ હતો. તેમની ઈચ્છા મુજબ જ મેં આ ટ્વિટ કર્યું હતું.