સુરતમાં ગુરુવારે ખાતે ૧૨૧ મા થર્સ-ડે થોટ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવનનો આધાર મન છે. પરંતુ જીવનનો સ્થૂળ આધાર શરીર છે. શરીરની મજબૂતાઈનો આધાર હાડકા છે. હાડકાના પ્રશ્નોથી પીડાતા દર્દીઓની સંખ્યા ખુબ મોટી છે. સારવાર કે દવા લઈને જીવતા દર્દી કરતા દવા નહી લઈ પીડા ભોગવતા દર્દીઓ વધુ છે. કુદરતે અદ્‌ભુત શરીર બનાવ્યું છે. તેને સમજવાની જરૂર છે. જીવનમાં સૌથી મહત્વનું શરીર છે. શરીર જીવવા માટેનું એકમાત્ર સાધન છે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. હાડકાના દુઃખાવાથી અસંખ્ય લોકો પીડાતા હોય છે. જીવનશૈલી અને આહાર પણ હાડકાના દુઃખાવાનું કારણ બને છે. કેલ્શિયમ અને વિટામિનની ઉણપ હાડકાને ઝડપી ઓગાળે છે ઘસારો લાગે છે. તેમણે જણાવ્યું હતું કે, કેલ્શિયમ હાડકાની મજબુતાઈ વધારે છે. તડકો અને અળસી જે રોજ ખાય તેના હાડકા વધુ મજબૂત થાય છે. શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને આશુતોષ હોસ્પિટલના ડો. રાજીવ રાજ ચૌધરી અતિથિ વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.