સ્મિતા કોલેજમાં હતી ત્યારે…આ દારૂના વ્યસન વિશે તેણે ઘણું વાંચ્યું, ઘણું જાણ્યું અને ઘણું ઘણું સાંભળ્યું હતું. એથી તો તે વધારે ચિંતામાં ઘેરાઇ ગઇ હતી. ત્યારે આજે સત્યાંશે લિમિટ બહાર દારૂ પીધો, કાલે ફરી ઇચ્છા થશે તો ફરી પીશે..ને પછી, આનું વ્યસન થઇ જાય તો ?
તો…, પછી દારૂનું વ્યસન છોડવું ખૂબ જ અઘરૂં, ખૂબ જ કપરૂં છે. આની આદતમાં ફસાયા પછી તેમાંથી બહાર નીકળવાના તમામ રસ્તા બંધ થઇ જાય છે.
કોઇપણ સ્થળે કે કોઇપણ સમયે બસ દારૂ જ નજરે પડે છે. હા, જૂની સોબત જલદીથી છૂટી જ ન શકે. દારૂ તો સારા સારા ઘરને બરબાદ કરી નાખે છે. આના લીધે તન,મન, ધન અને આખું કુટુંબ ફના થઇ જાય છે.
જા આનું વ્યસન થઇ જાય તો, વ્યસનીને આખો દિવસ દારૂ પીવાના જ વિચારો સતત આવ્યા કરે છે. ક્યારે સાંજ પડે ને ક્યારે દારૂ મળે..! બસ, તેની માત્ર આ ગોઠવણ. પછી દારૂ ખરીદવાના રૂપિયા કેમ અને ક્યાંથી મેળવવા એ જ યુક્ત તેના મનમાં ઘૂમરાયા કરે છે.
હા, પાક્કો વ્યસની પોતાની જાત પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દે છે. તેને તો બસ, કોઇપણ સમયે, કોઇપણ સ્થળે કે કોઇપણ પ્રસંગે દારૂ પીવાની ઇચ્છા પ્રબળ રીતે પ્રકટે જ ! ને તેનો તે કોઇ રીતે કે કોઇપણ ભોગે અમલ પણ કરે જ.
આવા પાકા વ્યસનીઓ દારૂ પીવાના અઢળક બહાનાં બતાવવા હંમેશાં તૈયાર જ હોય છે. ક્યારેક પોતાના લગ્નજીવનનું, તો ક્યારેક મા-બાપનું, ભાઇ-બહેનનું, ભાભીનું તો પછી છેલ્લે છેલ્લે ટેન્શન અને મિત્ર વર્તુળનું બહાનું.
હા, આવા વ્યસનીઓ થોડા સમય માટે દારૂ બંધ પણ કરી દે છે, સુધરી જાય છે. પરંતુ આ બધું ક્ષણિક આવેશમાં, પછી તો વળી ફરી રાબેતા મુજબ શરૂ થઇ જાય છે. દિવસોના દિવસો બસ દારૂ જ પીવો એ જ એક માત્ર ધ્યેય…! ને પછી ક્યારેક બંધ થઇ જવાથી સાવ નિમ્ન કક્ષાએ આવી જતાં વાર નથી લાગતી. એટલે પછી આવક મેળવવા માટે ચોરી કરીને કે પછી
ગેરકાનૂની રસ્તો પણ લે છે.
છેલ્લે પત્ની, મા-બાપ, મિત્રો અને સગાંવહાલા સામે શંકાશીલ બનીને, પોતાની સાથે કંઇક આ બધાં કાવતરૂં રચે છે તેમ તેને લાગ્યા કરે છે.
આમ દારૂ પીવાથી અનેક જાખમો આવે છે. જેવા કે ન્યૂમોનિયા, શ્વાસાવરોધ, જાતીય આવેગની કમી અને છેલ્લે નપુંસકતા તો ખરી જ !
જનન અવયવ, ચામડીની તકલીફ, હાડકામાં કેલીસ્યામ ઘટે, સ્નાયુ અને સાંધાઓમાં સોજો આવે, લીવર, સ્વાદુપિંડ, અન્નનળી, જઠર અને ગળાનું કેન્સર થવાની શક્યતા દારૂ પીવાથી ખૂબ જ વધી જાય છે.
વળી…આજ સુધી એવી કોઇ દવાની શોધ નથી થઇ કે, જે દવા પીવાથી કે પછી કોઇ એવું ઇન્જેકશન લેવાથી દારૂડિયો દારૂ પી જ ન શકે !
આમ દારૂ વિશે સ્મિતા હજી પણ ઘણું ઘણું વિચાર કરત પરંતુ વળી આંખો ખોલી સત્યાંશ તેની વાતના અનુસંધાને જરા મોટેથી બોલ્યો ઃ
“અરે સ્મિતા…, તું આ શું બોલી ? જા ને…મારી જિંદગીમાં હવે શું રહ્યું છે ? પ્લીઝ, મને એક બાળક આપ…સ્મિતા! મને મારૂં સંતાન આપ હવે મારાથી રહેવાતું પણ નથી અને સહેવાતું પણ નથી. હવે તો હું આ સમાજમાં પણ સાવ નકામો દેખાઈ રહ્યો છું. સાચે જ મને એવો અહેસાસ થઇ રહ્યો છે. હા, પડોશીઓ પણ હવે મને નફરત કરવા લાગ્યા છે.
“ગર્વ સાથે, છાતી બહાર કાઢીને હું ચાલી શક્તો નથી. જા તું મને હવે બાળક નહીં આપે તો હું સાચે જ પાગલ થઇ જઇશ ? મને તું પુત્ર આપીશનેસ્મિતા…?” હજી પણ થોડા નશામાં સત્યાંશ આવું બોલીને રડવા લાગ્યો. સાથે સાથે કોચવાતા મને સ્મિતા પણ રડી પડી.
વળી થોડી ક્ષણ મૌન છવાયું. કમરાની બધી દીવાલો પણ અત્યારે જાણે કે સ્તબ્ધ બની ગઇ હતી. અંતે Âસ્મતા બોલી ઃ
“હા, સત્યાંશ ! હું તને બાળક આપીશ, ચોક્કસ આપીશ, જરૂરથી આપીશ. પણ એક શરતે, તને મારી શરત મંજૂર છે…?”
“શરત…? સારૂં… મંજૂર છે, બસ….”
“મારી એક વાત તારે માનવી જ પડશે…”
“માનીશ, આમેય તારી વાત મેં હંમેશાં માની જ છે.”
“બીજી બધી વાત જવા દે, હવે કાન ખોલીને ધ્યાનથી સાંભળ ઃ આપણે ડોક્ટર સ્વાગત શેઠ પાસે જઇએ તો…? આપણી બધી વાત તેને વિગતે કરીશું…”
“કેમ…? ત્યાં વળી શું છે…?”
“તેઓ વ્યંધત્વ નિવારણના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે..”
“ડોક્ટર છે તે સાચી વાત પણ ભગવાન તો નથી ને ?”
“ના, તે ભગવાન નથી…આપણે આવું ન બોલાય. આમ જાઇએ તો બધા જ ડોક્ટરો તેના દર્દી માટે તો ભગવાન જ હોય છે.”
“પણ આમાં…તે શું કરશે ?”
“ તે જે કંઇ કરે તે, પણ હું ચોક્કસ કહું છું કે, તે આપણા સારા માટે બધું જ કરશે. આખરે તારો અને મારો મિત્ર પણ તે છે. સાથે રમ્યા છીએ, સાથે જ ભણ્યા છીએ. અરે ઝઘડયા પણ છીએ…ખરૂં ને ? માટે તે આપણું ખરાબ તો નહીં જ કરે. અને આના માટે સાચી અને સારી સલાહ તો તે આપશે જ. માટે હાથ જાડીને તને કહું છું કે, બસ…છેલ્લીવાર મારૂં કહ્યું માન…સત્યાંશ!” સત્યાંશ સામે નજર કરી સ્મિતા બોલી.
“સારૂં…ચાલ, તારૂં કહ્યું મે માન્યું….” આટલું બોલી સત્યાંશ ફરી આંખો બંધ કરી જાણે ઊંડા વિચારમાં પડી ગયો.
પરંતુ સત્યાંશના શબ્દો સાંભળી સ્મિતા ખૂબ જ ખુશ થઇ હતી. અને પછી તે પણ ઊંડા વિચારમાં ખોવાઇ ગઇ. વહેલી સવારે સત્યાંશની આંખ ખુલી પાસે જ ઊંઘતીસ્મિતાને તેને વહાલ કરવાની ઇચ્છા થઇ આવી સ્મિતા અત્યારે તેને ખૂબ ખૂબ ગમી પરંતુ ગઇકાલની સ્મૃતિઓ થોડી થોડી સળવળી ઊઠી એ સાથે તો સત્યાંશની આંખ ભીની ભીની થઇ ગઇ તેને મનમાં તો થયું કે, ગઇકાલે મેં જે કંઇ કર્યું તે કરવું જાઇતું ન હતું. પણ હવે શું થાય ?
છતાંપણ થોડા આવેશમાં આવી જઇ તેણેસ્મિતાના ગાલે એક નાની એવી ચૂમી ભરી લીધી. પછી તેણે પથારીનો ત્યાગ કર્યો અને રોજની જેમ પ્રાતઃકાર્યમાં લાગી ગયો. જેવો એ બાથરૂમમાં દાખલ થવા ગયો બરાબર ત્યારે જ સ્મિતા પથારીમાંથી બેઠી થઇ બોલી ઃ ‘તું આજે આટલો બધો વહેલો કેમ ઉઠ્યો ? ’
‘બસ, વહેલી સવારે આંખ ખૂલી પછી બંધ જ ન થઇ. લગભગ અર્ધો પોણો કલાક તો એમ જ આળોટતો રહ્યો. તને ઊંઘતી જાઇ અને પછી જાતો રહ્યો. સાચું કહું સ્મિતા…? તને ઊંઘતી જાવી મને ખૂબ ખૂબ ગમી. એટલે પછી ઊંઘતી જ રહેવા દીધી ચાલ…., હવે હું નાહી લઉં છું…’ આમ બોલી તેણે બાથરૂમનો દરવાજા બંધ કર્યો.
(ક્રમશઃ)