ટીમ ઇન્ડિયા માટે મોહમ્મદ શમીની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે? ૧૪ નવેમ્બરથી શરૂ થતી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણી માટે મોહમ્મદ શમીનો ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એ બુધવારે ટેસ્ટ ટીમ અને ઇન્ડિયા છ ટીમની જાહેરાત કરી. બંને ટીમમાંથી ફાસ્ટ બોલરનું નામ ગાયબ હતું. ૨૦૨૩ વર્લ્ડ કપ અને ૨૦૨૫ ચેમ્પિયન ટ્રોફીમાં સંયુક્ત રીતે અગ્રણી વિકેટ લેનાર શમીએ છેલ્લે માર્ચ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે, ત્યારથી તે ભારતીય જર્સીમાં જાવા મળ્યો નથી. તેને ઘરેલુ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં શા માટે તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો તે અંગે એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે.મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. બંગાળ માટે તાજેતરમાં ત્રણ રણજી ટ્રોફી મેચોમાં સારું પ્રદર્શન કરવા છતાં, તેને ફરી એકવાર ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ૩૫ વર્ષીય આ પ્રીમિયર ફાસ્ટ બોલરે પોતાની કુશળતાનો ઉપયોગ કરીને બંગાળને ઉત્તરાખંડ અને ગુજરાત સામે સતત જીત અપાવી. તેણે ત્રણ મેચમાં ૯૩ ઓવર ફેંકી, જાકે તેના સ્પેલ ટૂંકા હતા. આ સમયગાળા દરમિયાન શમીએ ૧૫ થી વધુ વિકેટ લીધી.પસંદગીકારો વિશે શમીની તાજેતરની સ્પષ્ટ ટિપ્પણીઓ ઉલટી પડી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જાકે, એવું લાગે છે કે પસંદગીકારોને ખાતરી નથી કે શમીનું શરીર ટેસ્ટ ક્રિકેટની કઠોરતાનો સામનો કરી શકશે કે જેના માટે લાંબા સ્પેલની જરૂર પડે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ, શમી ઘણીવાર પ્રભાવશાળી સ્પેલ પછી વિરામ લે છે.”રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, “આ સ્પષ્ટવક્તા ફાસ્ટ બોલરના તાજેતરના મીડિયામાં તેની ફિટનેસ અને યોગ્યતા અંગેના નિવેદનોએ પણ ચર્ચા જગાવી છે અને તેની સંભાવનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે. દક્ષિણ આફ્રિકા શ્રેણી પછી ભારત ઓછામાં ઓછા છ મહિના સુધી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું નથી, તેથી એવું લાગે છે કે ભારતીય ટીમના દરવાજા શમી માટે બંધ છે.”