ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી અને અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ઓગસ્ટ-૨૦૨૫ની તા.૨૩ અને ૨૪ દરમિયાન અમરેલી સ્થિત કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૫-૨૬ યોજાનાર હતી. વરસાદની હાલની સ્થિતિને પગલે જિલ્લાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૫-૨૬ મોકૂફ રાખવામાં આવી છે. સ્પર્ધાની નવી તારીખો ફરી નક્કી થયેથી સંબંધિતોને જાણ કરવામાં આવશે, તમામ સ્પર્ધકોએ તે અંગેની નોંધ લેવા અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.