(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
રાજ્યમાં અનુચ્છેદ ૩૭૦ની પુનઃસ્થાપના માટે રજૂ કરવામાં આવેલા બિલને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
જમ્મુ અને કાશ્મીરમાં ગૌહત્યાના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને, સ્વામીજીએ કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે કારણ કે જ્યારે કલમ ૩૭૦ લાગુ હતી તે સમયગાળા દરમિયાન કાશ્મીરમાં રણબીર પીનલ કોડ અમલમાં હતો, જેના હેઠળ ગૌહત્યા પ્રતિબંધિત હતી. અને કોઈ ગૌહત્યા કરે, ગૌમાંસ પોતાની પાસે રાખે, અથવા ગૌમાંસનો વેપાર કરે તો, તેના માટે મૃત્યુદંડની જાગવાઈ હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કલમ ૩૭૦ દરમિયાન ગૌહત્યા થઈ ન હતી, પરંતુ કલમ ૩૭૦ હટાવ્યા બાદ ત્યાં ખુલ્લેઆમ ગૌહત્યા થવા લાગી છે. તેથી તે રાજ્યમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે કલમ ૩૭૦ સંબંધિત રાજકીય મુદ્દાઓ અલગ છે, પરંતુ જે પણ અમારા પક્ષમાં હતી, તેને યથાવત રાખી કલમ ૩૭૦ દૂર કરવી જાઈતી હતી. કલમ ૩૭૦ હટાવીને ત્યાંના મુસ્લમોને ગાયની કતલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.હવે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા માટે કોઈ સજા નથી. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં ફરીથી કલમ ૩૭૦ લાગુ કરવામાં આવે જેથી અમારી ગાય માતાને બચાવી શકાય. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે અમે ગૌ ભક્ત છીએ. તેથી કાશ્મીરમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ. જ્યારે કલમ ૩૭૦ લાગુ થાય ત્યારે જ ગૌહત્યા પર પ્રતિબંધ યથાવત રહેશે.