નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, જે લગભગ પાંચ મહિનાથી અવકાશમાં છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ આૅફ અમેરિકા (યુએસએ) અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરનારાઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ આપી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી શેર કરવામાં આવેલા એક વીડિયો સંદેશમાં ભારતીય મૂળના અવકાશયાત્રીએ કહ્યું કે આ વર્ષે તેને પૃથ્વીથી ૨૬૦ માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.
સુનીતા વિલિયમ્સે વીડિયો સંદેશમાં કહ્યું,આઇએસએસ તરફથી શુભેચ્છાઓ. હું વ્હાઇટ હાઉસ અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે મને પૃથ્વીથી ૨૬૦ માઈલ ઉપર આઇએસએસ પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને અમારા સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા છે.
વિલિયમ્સે તહેવારના આશા અને નવીકરણના સંદેશ પર ભાર મૂકતા કહ્યું કે દિવાળી એ આનંદનો સમય છે કારણ કે વિશ્વમાં સારાપણું પ્રવર્તે છે. વિલિયમ્સે દિવાળીના તહેવારોમાં ભાગ લેવા અને સમુદાયના યોગદાનને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ જા બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ‘દિવાળી એ ખુશીનો સમય છે કારણ કે દુનિયામાં સારાની જીત થાય છે. આજે આપણા સમુદાયના લોકો સાથે દિવાળીની ઉજવણી કરવા અને આપણા સમુદાયના લોકોના અનેક યોગદાનને ઓળખવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો આભાર.
સુનીતા વિલિયમ્સનો આ વીડિયો મેસેજ ખૂબ જ સ્પર્શી ગયો છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ખાસ ઉજવણી દરમિયાન આ વાત સામે આવી છે. આ સમારોહમાં રાષ્ટ્રપતિ બિડેન સહિત ભારતીય મૂળના ઘણા લોકોએ ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે સુનીતા વિલિયમ્સ તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે જૂનથી આઇએસએસ પર છે. બંનેએ તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ ૫ જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર કરી હતી, જે ૬ જૂને સ્પેસ સ્ટેશન પર આવી હતી.સ્ટારલાઇનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૬ સપ્ટેમ્બરે અવકાશયાન સફળતાપૂર્વક પાછું ફર્યું. ઓગસ્ટમાં, નાસાએ કહ્યું હતું કે વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવાનું ખૂબ જાખમી છે. વિલ્મોર અને વિલિયમ્સે અભિયાનના ભાગરૂપે ઔપચારિક રીતે તેમનું કાર્ય ચાલુ રાખ્યું છે. બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે.