ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે. વ્યાયામ શિક્ષકના ઉમેદવારો સતત ૩૨ દિવસથી આંદોલન કરી રહ્યા હતા. બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આદેશ થતાં ઉમેદવારોની સમસ્યાનો હવે ઉકેલ આવવાની આશા જાગી છે. વ્યાયામ શિક્ષકના ઉમેદવારોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ ૩૨ દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનને ધ્યાને રાખીને મહત્વની મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવા માટેના આદેશ આપ્યા હતા. કમિટી સ્તરે કાયમી ભરતી કરવા માટે વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્્યારે થશે તે અંગેનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત ૩૨ દિવસથી આંદોલનો ચાલી રહ્યા હતા. આગામી ૩ મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવામાં આવશે.