શુક્રવારે આરબીઆઇ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત અને પુતિનની ભારત મુલાકાતના સકારાત્મક સંકેતોએ સ્થાનિક શેરબજારને નોંધપાત્ર મજબૂતી આપી. ટ્રેડિંગના અંતે, રોકાણકારોના સેન્ટીમેન્ટમાં સુધારો થતાં બીએસઆઇ સેન્સેક્સ ૪૪૭.૦૫ પોઈન્ટ ઉછળીને ૮૫,૭૧૨.૩૭ પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ ૧૫૧.૭ પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે ૨૬,૧૮૬.૪૫ પર બંધ થયો. હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની આગેવાની હેઠળની નાણાકીય સમીક્ષા સમિતિએ શુક્રવારે પોલિસી વ્યાજ દર અથવા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો.વ્યાપક બજારોમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ૦.૪૯ ટકા વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫૭ ટકા ઘટ્યો. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી પીએસયુ બેંક ૧.૫ ટકાના વધારા સાથે આગળ રહ્યો. વધુમાં, બેંક, ઓટો, આઇટી મેટલ, રિયલ્ટી, તેલ અને ગેસ અને રસાયણો સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા. દરમિયાન, મીડિયા, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી સૂચકાંકો દિવસનો અંત લાલ રંગમાં થયો.સેન્સેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ અને એચસીએલ ટેક સૌથી વધુ વધ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર, એટરનલ, ટ્રેન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ પીવી અને ભારત ઇલેક્ટ્રોનિક્સ મુખ્ય ઘટ્યા હતા.જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્‌સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે ભારતીય બજારોએ ઇમ્ૈંના અચાનક ૨૫ બેસિસ પોઇન્ટ (૦.૨૫ ટકા) દર ઘટાડાને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો, જે બીજા ક્વાર્ટરના મજબૂત જીડીપી  ડેટાને કારણે અશક્્ય લાગતું હતું. આ આશ્ચર્ય, તીવ્રપણે ઓછી ફુગાવાની અપેક્ષાઓ અને સહાયક તરલતાના પગલાં સાથે મળીને, ઇક્વીટીમાં જાખમ-ઓન સેન્ટીમેન્ટને વેગ આપ્યો છે. ઓટો, રિયલ એસ્ટેટ અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ જેવા રેટ-સંવેદનશીલ ક્ષેત્રોએ ખર્ચ ઘટાડાને કારણે લાભ મેળવ્યો.એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ હકારાત્મક રીતે બંધ થયો, જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ લાલ રંગમાં બંધ થયો. યુરોપિયન બજારો ઊંચા વેપારમાં રહ્યા. ગુરુવારે યુએસ બજારો ફ્લેટ બંધ થયા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ૦.૧૬ ટકા વધીને ઇં૬૩.૩૬ પ્રતિ બેરલ થયો.