વ્યાજખોરોનાં કારણે કેટલીય નિર્દોષ જીંદગીઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક પગલા ભરવામાં આવે છે. અમદાવાદમાં વ્યાજખોર તેમજ મહિલા વકીલનાં ત્રાસથી કંટાળી આધેડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વ્યાજે લીધેલા દસ લાખની સામે ૪૭ લાખ ચૂકવ્યા હોવા છતા વધુ ૨૫ લાખની માંગ વ્યાજખોર દ્વારા કરવામાં આવતી હોઈ આધેડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
અમદાવામાં વ્યાજખોરોનાં ત્રાસથી જીવ ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આધેડ દ્વારા મહિલા વકીલને દસ્તાવેજનું કામ આપેલ હતું. જે કામનાં આધેડ દ્વારા મહિલા વકીલને પૈસા આપી દીધા હોવા છતાં વકીલ દ્વારા કામ કર્યું ન હતું. આધેડે દુકાનનાં કાગળિયા ગીરવે મુકીને ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક નુતન પટેલ તા. ૮ જુલાઈનાં રોજ આત્મહત્યા કરી હતી. તેમજ મૃતદેહની તપાસ કરતા સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટનાં આધારે પોલીસ દ્વારા રનિત બેદી અને વકીલ દિપાલી શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્પેશ્યલ ડ્રાઈવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઈ.આર કરવામાં આવીસ્પેશ્યલ ડ્રાઈવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઈ.આર કરવામાં આવી
થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો અને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ ચૂકેલ નાગરિકોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ સ્પેશ્યલ ડ્રાઈવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઈ.આર કરવામાં આવી હતી. તા.૨૧મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જાડાયા હતા. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.