રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસ ના કારણે વધુ એક યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસના કારણે આશાસ્પદ યુવાનને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. વ્યાજખોરો દ્વારા અવારનવાર અશોક મકવાણા નામના યુવાનને ધાક ધમકી આપવામાં આવતી હતી.
ત્યારે આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અશોક મકવાણા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ હોÂસ્પટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પિતા રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ પૂર્વે મારો દીકરો ઇમિટેશન નો ધંધો કરતો હતો.
લોકડાઉનના કારણે ઇમિટેશન નો ધંધો ભાંગી પડતાં તેણે ઇકો કાર ખરીદી હતી. તેમજ મારા દીકરાએ લોકડાઉન સમયે ભીમાભાઇ બાંભવા પાસેથી ૩૫૦૦૦ રૂપિયા ૧૫% વ્યાજે લીધા હતા. જ્યારે કે, ભરત ભાઈ સાનિયા પાસેથી ૨૫૦૦૦ રૂપિયા ૧૦% વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં મારા દીકરા ઉપર પાંચ લાખ રૂપિયાનું દેણું થઇ ચૂક્યું હતું. ત્યારે અવારનવાર ભરતભાઈ તેમજ ભીમાભાઇ બાંભવા દ્વારા ધાક ધમકી આપવામાં આવતા આખરે મારા પુત્રે કંટાળીને આત્મઘાતી પગલું ભરી લીધું છે.