જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ ડિજિટલ રોડ પણ સતત વધી રહ્યા છે સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાંથી એક વ્યકટીનું અપહરણ કરી તેના મોબાઈલ ફોનમાંથી બળજબરી કસ્ટમરના ડેટા ચેક કરી મોબાઈલ માંથી ૨૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આંગડિયા થકી રાજકોટ મોકલી દેવાના કિસ્સામાં સાયબર ક્રાઇમની ટીમે આરોપીને ઝડપી લીધા છે.
સુરત શહેરમાં રહેતા એક વ્યક્તિને થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ ટ્રેડિંગ સોફ્ટવેરમાં કામ કરવાથી સારી એવી આવક મળશે એવી વાત કરી હતી. આવક મળવાની વાત થતા ની સાથે જ પ્રકાશભાઈ કામ કરવા માટે તૈયાર થયા હતા. ૩૦મેનાં રોજ સવારના અગીયારેક વાગે પ્રકાશભાઇ ઉર્ફે પછાલાલ નાઓએ ફરીયાદીને ફોન કરી અડાજણ. એલ.પી.સવાણી રોડ ઉપર કોટક મહિન્દ્રા બેંકના એ.ટી.એમ. સેન્ટર પાસે બોલાવ્યા હતા. ત્યાં આગળથી કાળા કલરની આઇ-૨૦ ગાડીમાં બેસેલા ચારેક લોકોએ ફરીયાદીને બળજબરીથી તેઓની ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરીયાદીને કામરેજ ચાર રસ્તાથી આગળ અવાવરૂ જગ્યામાં લઇ જઇ ફરીયાદીશ્રી સાથે મારા મારી કરી હતી.
મારામારી કર્યા બાદ ફરિયાદો પાસેથી રૂપીયાની માંગણી કરતા ફરીયાદીએ રૂપિયા આપવાની ના પાડતા ફરીયાદીનો મોબાઇલ લઇ તેનું લોક બળજબરીથી ઓપન કરાવી ફરીયાદીની ૪ એપ્લીકેશનમાં રહેલ કસ્ટમરોના ડેટા ચેક કરી ફરીયાદીના મોબાઇલ ફોનમાંથી બ્રોકર અય સોનીને મેસેજ કરી અલગ અલગ કસ્ટમરોના એકાઉન્ટમાંથી કુલ્લે ૨૯,૩૫૦૦ડોલર એટલે કે રૂ.૨૫,૦૦,૦૦૦/- વિડ્રોની રીક્વેસ્ટ આપી તેના રૂપીયા તેઓએ પી.એમ.આંગડીયા, યુનીવર્સીટી રોડ, રાજકોટ ખાતે અલ્પેશના નામે આંગડીયું કરાવી દીધું હતું.
પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) પ્રકાશભાઇ ઉર્ફે પછાલાલ અઘારા (૨) રણજીતભાઇ શીયાળીયા (૩) ભવન શીયાળીયાને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓએ આ ગુનો કેવી રીતે આચાર્યો છે અને આ ગુનાની હકીકત શું છે તેને શોધવા માટે પોલીસ હાલ મથામણ કરી રહી છે.