કેટલીકવાર જીવનમાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે, જેના વિશે આપણે વિચાર્યું પણ નથી. આવું જ કંઈક ચિલીના એક વ્યક્તિ સાથે થયું. તેને તેની ઓફિસમાંથી સમયસર પગાર મળી ગયો, પરંતુ તેના ખાતામાં જે પૈસા આવ્યા તે તેના પગાર કરતાં સેંકડો ગણા વધુ હતા. ઓફિસને તેની ભૂલ સમજાઈ ત્યાં સુધીમાં તે વ્યક્તિ તેના દુષ્ટ મનનો ઉપયોગ કરીને ગાયબ થઈ ગયો.
ચિલીમાં, એક વ્યક્તિના ખાતામાં તેના પગારના ૨૮૬ ગણા જમા થયા હતા. માલિક તેની પાસેથી પૈસા પરત મેળવી શકે ત્યાં સુધીમાં તે વ્યક્તિ ભાગી ગયો હતો. આ ઘટના ચિલીની સૌથી મોટી કોલ્ડ કટની નિર્માતા કંપનીમાં બની હતી, જેનું નામ કોન્સોર્સિયો ઇન્ડસ્ટ્રીયલ ડી એલિમેન્ટોસ છે. અહીંનો માનવ સંસાધન વિભાગ એ વાતથી ચોંકી ગયો છે કે પૈસા લઈને ભાગી ગયેલા કર્મચારીનો કોઈ પત્તો નથી.
ફૂડ બિઝનેસ કંપનીમાં કામ કરતા કર્મચારીનો પગાર દર મહિને ભારતીય ચલણમાં લગભગ ૪૩ હજાર રૂપિયા હતો. કંપનીએ ભૂલથી આ કર્મચારીના ખાતામાં તેના પગારના ૨૮૬ ગણા એટલે કે ૧૬૫,૩૯૮,૮૫૧ ચિલીયન પેસો જમા કરી દીધા. ભારતીય ચલણમાં આ રકમ ૧.૫ કરોડની આસપાસ હશે. ખાતામાં આ પૈસા આવતા જ વ્યક્તિએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ભાગી ગયો. હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી અને કંપની કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
ચિલીના એક અખબાર અનુસાર, આ ઘટના ૩૦ મેના રોજ બની હતી. કંપની વતી ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર કામ કરતા વ્યક્તિની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. જ્યારે તેને કંપનીમાંથી ભૂલથી આવી ગયેલા પૈસા પરત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તે સંમત થયો. બીજા દિવસે તેઓ તેની રાહ જાતા રહ્યા, પરંતુ જ્યારે બેંક તરફથી કોઈ સૂચના ન મળતા કંપનીએ તેનો સંપર્ક કર્યો તો ખબર પડી કે તે ફરાર થઈ ગયો છે. હવે કંપની પાસે કાયદાકીય પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને તે આ ગડબડમાં ફસાઈ ગઈ છે.