આજના સમયમાં વ્યક્તિ વિકાસ કે પર્સનાલીટી ડેવલપમેન્ટના ઘણા બધા સેમિનાર કે વેબિનાર થઈ રહ્યા છે. જયારથી આ ધરાતલ પર માનવનું સર્જન થયુ ત્યારથી માણસના વ્યક્તિત્વનો વિકાસ થઈ રહ્યો છે. આદિમાનવે લાકડા અને પથ્થરના હથિયારો બનાવ્યા એ એની કૃતિ હતી. જરૂર અને ખપ પૂરતુ ટકે-ટકનું કાચુ-પાકું ખાવુ અને વધારાનું સંગ્રહ ન કરવુ એ તેની વૃતિ અને જંગલમાં શિકાર કરવો એ એકમાત્ર એની પ્રવૃતિ હતી. આ ત્રણેય બાબતો
કૃતિ, વૃતિ અને પ્રવૃતિના આધારે જે તે સમયકાળ અનુસાર એ વખતના માણસનું ‘‘વ્યક્તિત્વ’’ આદિમાનવ તરીકેનું હતું. ધીમે ધીમે સમય અને સ્થળ અનુસાર એટલે કે દેશકાળ મુજબ પરિવર્તનો થયા. એમા પણ સમાનતા નથી. પશ્ચિમના દેશોના લોકોનું વ્યÂક્તત્વ જેને આપણે ‘કલ્ચર’ તરીકે ઓળખીએ છીએ તે પચાસ વર્ષ પહેલા હતું તેવુ આજે ભારત સહિત ઘણા દેશોમાં જાવા મળે છે. એનુ કારણ એ છે કે વ્યક્તિની
કૃતિ, વૃતિ અને પ્રવૃતિમાં સુધાર એ લોકોમાં પચાસ વર્ષ પહેલા આવેલો. આપણે એનું અનુકરણ કરીને એ મુજબના કલ્ચરમાં સામેલ થયા તો એ લોકોના કલ્ચરમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ, યોગ, આયુર્વેદ વગેરે જેવી બાબતોનું કલ્ચર જે સદીઓ પહેલા આપણા વ્યક્તિત્વમાં હતું, તે તરફ હવે આકર્ષણ થયેલુ જાવા મળે છે. ટૂંકમાં અહી વ્યક્તિત્વને વ્યાપક અર્થમાં જનસમુદાયના સામૂહિક વર્તન, વ્યવહાર અને જીવનશૈલીને આવરીને વ્યાખ્યાયીત કરેલ છે. સામાન્ય રીતે કોઈ ધર્મ, સમુદાય, પ્રાંત કે દેશના લોકોના વ્યક્તિત્વની એક આગવી અને અનોખી ઓળખ હોય છે જે એકબીજાને પોતાના સમુદાય કે ક્ષેત્રને વફાદારીથી જાડે છે. દા.ત. ગુજરાતી પ્રજા સાહસિક અને વેપારી તરીકેની છાપ ધરાવે છે. સુરતી ખાણી-પીણીના શોખીન હોય છે. યુ.પી. બિહારના લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી ઓફિસો-બેન્કોમાં વધુ જાવા મળે છે. યુરોપ-અમેરિકાના લોકો પાંચ દિવસ કામ કરીને બે દિવસ હરે-ફરે છે. હવે ગુજરાતીઓ પણ ઉનાળામાં અને દિવાળીની રજાઓમાં ફરવા નીકળી જાય છે. ભારતમાં ધાર્મિક માન્યતાઓ અને શ્રધ્ધાના કારણે અનેક મંદિરો, મઠો, આશ્રમો અને સંતો-મહંતો લોકોની પ્રવૃતિના કેન્દ્ર બન્યા છે. એનાથી વિપરીત યુરોપ, અમેરિકાના દેશોમાં કાયદા-કાનૂન પાલન અને અનુશાસનના ગુણના કારણે ત્યાં ભારત જેટલી ધાર્મિક
કૃતિઓ કે પ્રવૃતિઓના બદલે એ લોકોની વૃતિ વૈજ્ઞાનિક અભિગમવાળી હોવાથી ત્યા શોધ-સંશોધન આધારિત કૃતિ અને પ્રવૃતિ જોવા મળે છે. ટૂંકમાં જેવો દેશ તેવો વેશ.