ચોરવાડ ખાતે તાજેતરમાં મહિલાઓની વાલીબાલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં DLSS સોમનાથ એકેડેમી કોડીનારની બહેનોએ U-૧૭માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ સફળતા બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈ સોલંકી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, વોલીબોલ કોચ ગીતાબેન વાળા, વોલીબાલ ટ્રેનર હેતલબેન ઝાલાએ તેમને અભિનંદન પાઠવ્યા છે.