વોટ્‌સએપએ બુધવારના કહ્યું કે તેઓએ આઈટી નિયમ ૨૦૨૧ અનુસાર એપ્રિલ મહિનામાં ભારતમાં ૧૬.૬ લાખથી વધુ બેડ એકાઉન્ટ્‌સ પર બેન લગાવી દીધો છે. આ પ્લેટફોર્મએ માર્ચમાં દેશના આવા ૧૮ લાખથી વધુ એકાઉન્ટ્‌સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. વોટ્‌સએપએ અહેવાલ આપ્યો છે કે કંપનીને એપ્રિલમાં દેશમાંથી ૮૪૪ ફરિયાદો મળી આવી જેમાં કાર્યવાહી યોગ્ય ખાતા ૧૨૩ હતા.
તે જ સમયે માર્ચમાં વોટ્‌સએપે ૫૯૭ ફરિયાદના અહેવાલો અને એકશન એકાઉન્ટસ ૭૪ મળ્યા હતા. વોટ્‌સએપના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે આ યુઝર સેફટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો અને વોટ્‌સએપ દ્વારા લેવાયેલા સંબંધિત પગલાની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મનો દુરુપયોગ સામે લડવા માટે વોટ્‌સએપના પોતાના નિવારક પગલાનો સમાવેશ થાય છે. તાજેતરના રિપોર્ટસ અનુસાર વોટ્‌સએપએ એપ્રિલ માસમાં ૧.૬ મીલીયન અકાઉન્ટ પર પ્રતિબંધ મુકયો છે.કંપનીએ જણાવ્યું કે શેર કરાયેલ ડેટામાં વોટ્‌સએપ દ્વારા ૧ થી ૩૦ એપ્રિલ વચ્ચે દુરુપયોગની જોણકારી મેળવવાના દ્રષ્ટિકોણનો ઉપયોગ કરી પ્રતિબંધીત ભારતીય અકાઉન્ટ્‌સની સંખ્યાને હાઈલાઈટ કરાય. નકારાત્મક પ્રતિક્રિયાને આગળ વધતા રોકવા આ કામગીરી કરાય છે. નવા આઈટી નિયમ ૨૦૨૧ હેઠળ ૫૦ લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડીજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માસિક અનુપાલન અહેવાલ પ્રકાશિત કરવો પડશે.