એક તરફ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો પોતાના દેશમાં મોંઘવારી સામે લડવા માટે અને અર્થતંત્રને જ બચાવવા કડવા ઘૂંટ પીને વ્યાજદરમાં વધારો કરી રહી છે. જોકે સામે પક્ષે ડ્રેગને અવળી ચાલ ચાલુ કરી છે. ફરી એક વખત કોરોનાગ્રસ્ત થયેલ ચીનના અર્થતંત્રને રાહત આપવા માટે વ્યાજદરમાં ઘટાડાની જોહેરાત કરી છે.ચીને શુક્રવારે વ્યાજ દરમાં કાપ કરવાની જોહેરાત કરી છે. કોરોનાની નવી લહેરથી ચીનની અર્થવ્યવસ્થાને મસમોટું નુકસાન થઈ રહ્યું છે. રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ચીનના અનેક શહેરોમાં લોકડાઉન જોહેર કરવામાં આવતા આર્થિક પ્રવૃતિઓ ઠપ્પ થઈ ગઈ હતી.સપ્લાય ચેઈનને પડેલ ફટકાને કારણે માંગમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન બંધ થયું છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદ ગતિની આશંકા વચ્ચે ફરી પ્રાણ ફૂંકવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ચાઈનાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.ચીનની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટ ૪.૬ ટકાથી ઘટાડીને ૪.૪૫ ટકા કરવામાં આવ્યા છે. મોટાભાગની બેંકો ગ્રાહકોને ધિરાણ આપવા માટે પ્રાઇમ રેટને આધાર માને છે. ચીન દ્વારા વ્યાજદર ઘટાડવાની જોહેરાતના કારણે ત્યાંના શેરબજોરમાં તેજી જોવા મળી છે.જોકે ચીને એક વર્ષના પ્રાઇમ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે ૩.૭ ટકાએ યથાવત છે. બેંકો તેનો ઉપયોગ કોર્પોરેટ લોન માટે આધાર દર તરીકે કરે છે. પાંચ વર્ષના પ્રાઇમ રેટમાં ફેરફાર ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં તાજેતરના સંખ્યાબંધ ડિફોલ્ટ્સને આભારી હોઈ શકે છે. ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓ પર દેવાનો બોજ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ મકાનોની માંગમાં પણ ઘટાડો થયો છે. મે મહિનામાં જ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક સુનાકે ડિફોલ્ટ કર્યું હતું.ચીને આ વર્ષે અર્થતંત્રનો વિકાસ દર ૫.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો પરંતુ, પ્રથમ ક્વાર્ટરમાં વૃદ્ધિ ૪.૮ ટકા હતી.’