(એ.આર.એલ),મુંબઇ,તા.૨૧
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના સુપર-૮ની
શરૂઆત વેસ્ટ ઈન્ડઝ માટે કંઈ ખાસ રહી નથી. ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડઝને આઠ વિકેટે હરાવ્યું. આ મેચમાં વેસ્ટ ઈન્ડઝના બેટ્‌સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં હાર બાદ વેસ્ટ ઈન્ડઝના નામે વધુ એક શરમજનક રેકોર્ડ જાડાઈ ગયો છે.
વેસ્ટ ઈન્ડઝને ટી૨૦ ક્રિકેટમાં સૌથી સફળ ટીમોમાંથી એક માનવામાં આવે છે. તે બે વખત ટી ૨૦ વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. જાકે, છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ઈન્ડઝ આ ફોર્મેટમાં પણ સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વેસ્ટ ઈન્ડઝની ટીમ ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ કરી શકી નથી. આ સિવાય ઈંગ્લેન્ડ સામેની હાર ટી૨૦માં તેની ૧૦૦મી હાર છે. આ સાથે તે ટી ૨૦માં ૧૦૦ મેચ હારનારી ત્રીજી ટીમ બની ગઈ છે. વેસ્ટ ઈન્ડઝ પહેલા બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ટી ૨૦ મેચોમાં ૧૦૦થી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સૌથી વધુ મેચ હારનારી ટીમો
બાંગ્લાદેશ – ૧૦૧ હાર
શ્રીલંકા – ૧૦૦ હાર
વેસ્ટ ઈન્ડઝ – ૧૦૦ હાર
ઝિમ્બાબ્વે – ૯૫ હાર
ન્યુઝીલેન્ડ – ૯૨ હાર
વેસ્ટ ઈÂન્ડઝને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
સુપર ૮માં વેસ્ટ ઈÂન્ડઝનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈÂન્ડઝે ૨૦ ઓવરમાં ૧૮૦ રન બનાવ્યા હતા. લક્ષ્?યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની ૪૭ બોલમાં ૮૭ રનની ઇનિંગની મદદથી ૭.૩ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
આ સિવાય વેસ્ટ ઈન્ડઝના ઓપનિંગ બેટ્‌સમેન બ્રાન્ડન કિંગ આ મેચમાં સાઇડ સ્ટ્રેઈનનો ભોગ બન્યા છે. આ ઈજાના કારણે તે લગભગ દસ દિવસથી ક્રિકેટના મેદાનથી દૂર છે. આવી સ્થતિમાં વેસ્ટ ઈન્ડઝ તેના સ્થાને કોઈ અન્ય ખેલાડીને તક આપી શકે છે.