સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં એક અનોખી કલા પ્રતિભા ઝળહળી રહી છે. મેઈન બજારમાં સ્થિત ઘનશ્યામ બુક સ્ટોર ચલાવતા ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોડીયા માત્ર વેપારી નહીં, પણ એક કુશળ કલાકાર પણ છે. તેમની વિશેષતા છે નકામી વસ્તુઓમાંથી કલાત્મક સર્જન કરવાની. ઘનશ્યામભાઈની કલાયાત્રામાં સૌથી નોંધપાત્ર છે તેમની મૂર્તિ કલા. પથ્થરની શિલા પર મીણથી મૂર્તિઓ કંડારવાની તેમની આવડત દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. આજ સુધીમાં તેમણે ૨૦૦થી ૨૫૦ જેટલી હસ્તકલાકૃતિઓ બનાવી છે, જે તેમની અથાગ મહેનત અને કલાપ્રેમનું પ્રતીક છે.