વેલનાથ યુથ ફાઉન્ડેશન-અમરેલી દ્વારા ચુંવાળીયા કોળી સમાજના વિદ્યાર્થીઓ તથા ચૂંટાયેલ પ્રતિનિધિઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી માસમાં આ કાર્યક્રમ યોજાશે. દરવર્ષે વેલનાથ યુથ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમાજના પ્રાથમિક વિભાગ તથા માધ્યમિક વિભાગના તથા ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશનના અમરેલીના પ્રમુખ ભરતભાઇ મકવાણા, હરેશભાઇ જાદવકુરીયા, રમેશભાઇ મોરવાડીયા, બટુકભાઇ ખીમાણીયા, કાનજીભાઇ ચૌહાણ, ભીમજીભાઇ લીંબાસીયા, કડવાભાઇ ચૌહાણ, મુળજીબાપા જાદવકુરીયા, ધનજીભાઇ મકવાણા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.