લાઠી શહેર ભાજપના અગ્રણીઓની ટીમે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને રૂબરૂ મળી વેરા વધારા મુદ્દે રજૂઆત કરી હતી. વેરા વધારાથી શહેરવાસીઓમાં રોષ છે. જેનાથી અવગત કર્યા હતા.ઉપરાંત શહેર ભાજપની ટીમે અન્ય મુદ્દાઓને લઈને પણ ધારાસભ્યને રજૂઆત કરી હતી. આ અંગે ધારાસભ્યએ પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ સાથે વાત કરશે અને વહેલી તકે તેનું નિરાકરણ લાવશે તેવી ખાતરી આપી હતી.