(એ.આર.એલ),પોરબંદર,તા.૧૮
૧ જૂનથી બે માસ માટે માછીમારી દરિયામાં બંધ રહે છે. પરંતુ સોમનાથ – વેરાવળ અને પોરબંદર પંથકમાં માર્ચ પહેલાંથી જ સીઝન સાવ નબળી અને ખર્ચ કરતા સાવ ઓછું ઉત્પાદન મળતું હોવાને કારણે ૬૦ ટકા ઉપરાંતની બોટોનો બંદર ઉપર પા‹કગમાં થપ્પો થઈ ગયો છે. આમ સત્તાવાર વેકેશનના ત્રણ માસ પહેલાંથી માછીમારી સિઝન આટોપાઈ ગઈ છે. ૪૫૦૦ જેટલી બોટો પૈકી ૩૮૦૦ જેટલી બોટો સિઝન પૂરી થાય તે પહેલાં કિનારે લાંગરી ગઇ છે અને ૧ જૂનથી ૩૧ જુલાઇ સુધી ૬૧ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
બધા જ વર્ષો કરતાં દરિયાઈ માછીમારીની આ નબળામાં નબળી સીઝન છે. તેમાં ગીર – સોમનાથ ટી જિલ્લાના વેરાવળ બોટ એસોસીએશન, સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું. – પહેલાં જે મચ્છી ૩૦૦ રૂપિયામાં જતી જેને હાલ ૮૦ રૂપિયામાં વેચાણ થાય છે. રશિયા – યુક્રેન યુધ્ધની અસર નિકાસ ઉપર પડી છે.દરિયામાં માછીમારી કરવા જતી બોટની ૨૦ દિવસની ટ્રીપ હોય છે. એક બોટમાં આઠથી દસ લોકો કામ કરતાં હોય છે. ટ્રીપનો ખચાં ગણીએ તો ખલાસીઓનો પગાર ૧ લાખ પાંચ હજાર, બરફ રૂપિયા ૧૫૦૦૦, રાશન ,૨૦,૦૦૦ રૂપિયા, નેટ રીપેરિંગ ૧૦ થી ૧૨ હજાર રૂપિયા અન્ય ખર્ચ રૂપિયા ૧૦ હજાર ડીઝલ ખર્ચ રૂપિયા ત્રણ લાખ જેટલો થાય છે. આમ અંદાજે રૂપિયા સાડા ચાર લાખ ઉપરાંતનો ખર્ચ થાય અને તેથી વધુ માલ દરિયામાંથી ન મળે તો ટ્રીપ ફેઈલ જાય છે. માછલાના પુરા ભાવ ન મળતાં ધંધા ઠપ્પ થઇ ગયા છે.
જેની આજીવીકા ઉપર સીધી અસર થઈ છે. ડીઝલનો ભાવ વધારો, માછલીનો ભાવ અપ-ડાઉન ઉપરાંત દિવસે – દિવસે મચ્છીનો કેચ ઘટતો જાય છે. ઉપરાંત ગેરકાયદેસર થતી લાઈન ફીશીંગ અતિ આધુનિક ટેકનોલોજીવાળી ફલડ લાઈટ ફિશીંગ અને ચોક્કસ બોટો એકી સાથે જંગી માછલી કેચ સીસ્ટમ અને નાના બચ્ચા જાળમાં કેચ થાય. તેવી પ્રવૃતિ આવી વ્યાપકતાને કારણે હજારો ટન માછલીઓ અન્યત્ર ઉપાડી જવાય છે. જેથી સ્થાનિક રોજગારીને ધક્કો પહોંચે છે.બંદરે કાંઠે જે ૩૧ મે રાત્રી સુધી બોટો દર વરસે લાંગરી જતી. જે માર્ચ મહિનાથી જ લાંગરવાનું શરૂ થઇ જતાં વહાણ પા‹કગમાં વહાણોના થપ્પા લાગી ગયા છે. ૧ જૂનથી બે માસ માટે સરકારી વેકેશન દરિયામાં શરૂ થાય છે. પરંતુ તે આ વખતે બે માસ પૂર્વેથી જ બિનસત્તાવાર રીતે વેકેશન શરૂ ગયેલ છે. કાંઠા ઉપર વાહણ રીપેરિંગ, જાળગુંથવી, નવા જહાજ બનાવવા સુતારી કામ – કલર કામ જે વેકેશનમાં જ થતું તે વહેલું શરૂ થઈ ગયું છે. ગુજરાત રીઝીયન સૌ ફૂડ એક્ષપોર્ટ એસોસીએશનના પ્રમુખ કેતન સુયાણી કહે છે, યુરોપ અને અમેરિકાની ઈકોનોમી ડાઉન છે. હવે ચાઈનામાં કોરોના પછી ઈકોનોમી પરિસ્થતિ ખૂબ જ નબળી પડી છે. તેથી તે દેશ સસ્તા ભાવે માછલા માગે છે. જે ભારતના માછીમારોને પોષાય તેમ નથી. ભારતનું ૭૦,૦૦૦ કરોડનું વેંચાણ વિદેશોમાં જ થાય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટÙ, કર્ણાટક અને કેરલનું ૨૨૦૦૦ કરોડનું થાય છે. જે આ વર્ષ માત્ર ૧૬૦૦૦ કરોડ જ થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળમાં ૪૫૦૦ જેટલી ફિશિંગ બોટ છે. નાની હોડી ૧૨૦૦ જેટલી છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૩૪૫૨૦ માછીમારો તેમજ ૬૯૦૪ જેટલી બોટો તથા હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વેરાવળ જીઆઈડીસીમઃ ૭૫ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ ૫૯ આઈસ ફેક્ટરી અને ૫૩ જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં આશરે ૧૩,૧૯૨ જેટલા પુરૂષો તકા મહિલાઓ કામગીરી થકી રોજગારી મેળવે છે.પૂરતી માછલીઓ ના મળતાં અને મોંઘું ડિઝલ વગેરે કારણ ટીપનો ખર્ચ ન નીકળતાં માર્ચથી જ સિઝન આટોપાવા લાગી હતી.