આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં દેશમાં લાદવામાં આવેલી કટોકટી અને તેનાથી બંધારણ પર થયેલા કુઠારાઘાતને યાદ અપાવવા રાજ્યભરમાં ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત, વેરાવળની મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ હાઈસ્કૂલ પરિસરમાં યોજાયેલ કટોકટી દરમિયાનની યાદો અને બંધારણની અવહેલનાના પ્રસંગો દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું.