ગાંધીનગરના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની નવરાત્રી ગરબા રાસ સ્પર્ધામાં કોડીનાર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ વેરાવળ ખાતે પ્રથમ સ્થાન મેળવીને કોડીનાર નગર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ટીમને તૈયાર કરાવવા બદલ ભારતીબેન દેવમુરારી, સંજયભાઈ શાસ્ત્રી અને રણજીતભાઈ રાઠોડને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.









































