જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળની મણિબહેન કોટક સ્કૂલમાં ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. કલેકટરએ જણાવ્યું કે, સંભવિત જરૂરિયાતને પહોંચી વળવા આ આયોજન કરાયું છે. એન.સી.સી. કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેવાના આ યજ્ઞમાં સહભાગી થનાર સૌને સન્માનિત કરાયા હતા.